Monday 14 March 2022

રિયલમી 9 સિરીઝના નવાં 2 ફોન લોન્ચ થયા, 48MP કેમેરા, 5000mAh બેટરી અને પ્રારંભિક કિંમત 14,999 રૂપિયા, mobile phone under 15000

 

રિયલમી 9 5G અને રિયલમી 9 5G SE સ્માર્ટફોન ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ ગયા છે. આ ફોન 48 મેગાપિક્સલના ટ્રિપલ કેમેરાથી સજ્જ છે અને 128GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. રિયલમી 9 5Gમાં મીડિયાટેકના ડાયમેન્સિટી 810 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે રિયલમી 9 5G SEમાં સ્નેપડ્રેગન 778G 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ બંને સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી છે.

રિયલમી 9 5G, રિયલમી 9 5Gની કિંમત
ઇન્ડિયામાં રિયલમી 9 5Gની કિંમત 4GB રેમ + 64GB સ્ટોરેજ મોડેલ માટે તેની પ્રારંભિક કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી છે. તેનાં 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 17,499 રૂપિયા છે. ICICI બેંક અને SBI બેંક ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર કંપની 1,500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્માર્ટફોન મિટિયર અને બ્લેક અને સ્ટારગેજ વ્હાઇટ કલર ઓપ્શનમાં આવશે. તેનું વેચાણ 14 માર્ચથી ફ્લિપકાર્ટ, રિયલમી.કોમ અને રિટેલ સ્ટોર્સ પર થશે.

રિયલમી 9 5G SEની કિંમત
રિયલમી 9 5G SEના 6GB RAM + 128GB સ્ટોરેજ મોડેલની કિંમત 19,999 રૂપિયા છે. તેનાં 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. કંપની ICICI બેંક અને SBI બેંક ક્રેડિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ફોન એઝ્યોર ગ્લો અને સ્ટારી ગ્લો કલર ઓપ્શનમાં આવશે અને 14 માર્ચથી ફ્લિપકાર્ટ, રિયલમી.કોમ અને રિટેલ સ્ટોર્સ પર વેચાણ શરૂ થશે.

રિયલમી 9 5Gનાં સ્પેસિફિકેશન્સ

  • રિયલમી 9 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર ચાલે છે. ફોન 90Hz રિફ્રેશ રેટ અને 600 નિટ્સની ટોપ બ્રાઇટનેસ સાથે 6.5-ઇંચની ફુલ-HD+ (1,080x2,400 પિક્સેલ્સ) ડિસ્પ્લે ધરાવે છે. રિયલમી 9 5Gમાં મીડિયાટેકનું ડાયમેન્સિટી 810 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6GB સુધીની LPDDR4X RAM સાથે જોડવામાં આવ્યું છે. ઇન્ટરનલ સ્ટોરેજનો ઉપયોગ કરીને આ ફોન રેમને 11GB સુધી એક્સપાન્ડ કરી શકે છે.
  • આ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપથી સજ્જ છે. આમાં 48-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, એક મોનોક્રોમ પોટ્રેટ સેન્સર અને f/2.4 એપરચર લેન્સ સાથેનો મેક્રો કેમેરાનો સમાવેશ થાય છે. ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
  • રિયલમી 9 5Gમાં 128GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જે SD કાર્ડ દ્વારા એક્સપાન્ડેબલ (1TB સુધી) છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G LTE, Wi-Fi, Bluetooth V5.1, GPS/ A-GPS માટે સપોર્ટનો સમાવેશ થાય છે. ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. 5000mAh બેટરી સાથે આવે છે, આ ફોન 18W ઝડપી ચાર્જને સપોર્ટ કરે છે. તેનું વજન લગભગ 188 ગ્રામ છે.
    રિયલમી 9 5G SEમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે

    રિયલમી 9 5G SEનાં સ્પેસિફિકેશન્સ

    • આ સ્માર્ટફોન ડ્યુઅલ-સિમ (નેનો) સ્લોટ સાથે એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર પણ ચાલે છે. ફોન 144Hz રિફ્રેશ રેટ અને 600 નિટ્સની ટોપ બ્રાઇટનેસ સાથે 6.6-ઇંચની ફુલ-HD+ (1,080x2,412 પિક્સેલ્સ) ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8GB સુધીની RAM સાથે જોડાયેલ છે. આ ફોન તેના સ્ટોરેજનો ઉપયોગ કરીને રેમને 13GB સુધી પણ એક્સટેન્ડ કરી શકે છે.
    • રિયલમી 9 5G SEમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. મુખ્ય લેન્સ 48 મેગાપિક્સલનો છે. તેની સાથે એક મોનોક્રોમ પોટ્રેટ સેન્સર અને f/2.4 અપર્ચર લેન્સ સાથે મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
    • ફોન 128GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપે છે, જેને SD કાર્ડ દ્વારા (1TB સુધી) વધારી શકાય છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે અને 5000mAh બેટરી ચાર્જ કરવા માટે 30W ઝડપી ચાર્જર બોક્સમાં ઉપલબ્ધ છે. આ ફોનનું વજન લગભગ 199 ગ્રામ છે.

Friday 11 March 2022

સરકારે લૉન્ચ કરેલી UPI123Pay શું છે, નાના લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં કઇ રીતે કરે છે મદદ, જાણો આખી પ્રૉસેસ...


 

આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ફિચર ફોન માટે યુપીઆઇ લૉન્ચ કરી, જેને યુપીઆઇ123પે કહે છે.

આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ફિચર ફોન માટે યુપીઆઇ લૉન્ચ કરી, જેને યુપીઆઇ123પે કહે છે. તેમને ડિજીટલ પેમેન્ટ માટે 24x7 હેલ્પલાઇન - ડિઝી સાથી પણ લૉન્ચ કરી છે. ફિચર ફોન પર યુપીઆઇ ગ્રામીણ વિસ્તારોમાં તે લોકોની મદદ કરશે જે સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરી શકતા. આમાં કઇ કઇ સુવિધાઓ તમને મળવાની છે અને પૈસા કઇ રીતે ટ્રાન્સફર કરી શકાય છે આની પુરેપુરી જાણકારી અહીં આપવામાં આવી છે.  

UPI (યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) '123PAY' તે યૂઝર્સ માટે સેવાઓ આપશે જે ફિચર ફોનનો ઉપયોગ કરે છે.
UPI 123Pay કસ્ટમર્સને સ્કેન એન્ડ પેને છોડીને લેવડદેવડ માટે ફિચર ફોનના ઉપયોગની અનુમતિ આપશે. 
આ લેવડદેવડ માટે ઇન્ટરનેટ કનેક્શનની આવશ્યકતા નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને પોતાના બેન્ક ખાતાને ફિચર ફોન સાથે લિન્ક કરવુ પડશે.
ફિચર ફોન યૂઝર્સ ચાર ટેક્નિકલ ઓપ્શનના આધાર પર કેટલીય રીતની લેવડદેવડ કરવામાં સક્ષમ થશે.
આમાં આઇવીઆર (ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પૉન્સ) નંબર પર કૉલ કરવો, ફિચર ફોનમાં એપની કાર્યક્ષમતા, મિસ્ડ કૉલ આધારિત એપ્રૉચ અને પ્રૉક્સીમિટી સાઉન્ડ બેઝ્ડ પેમેન્ટ પણ સામેલ છે. 
આવા યૂઝર્સ દોસ્તો અને પરિવારને પેમેન્ટ કરી શકે છે. યૂટિલિટી બીલોનુ પેમેન્ટ કરી શકે છે. પોતાના વાહનોને ફાસ્ટ ટેગનુ રિચાર્જ કરી શકે છે, મોબાઇલ બીલોનુ પેમેન્ટ કરી શકે છે અને યૂઝર્સ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે.
ગ્રાહક બેન્ક ખાતાને લિન્ક કરવુ, યૂપીઆઇ પિન સેટ કરવો કે બદલવામાં પણ સક્ષમ થશે. 
એક રિપોર્ટ અનુસાર, અનુમાનિત 40 કરોડ મોબાઇલ ફોન યૂઝર્સ છે જેના પાસે ફિચર ફોન છે.

How to Use UPI123Pay - 
સૌથી પહેલા યૂઝર્સને પોતાનુ બેન્ક એકાઉન્ટ UPI123Pay સાથે લિન્ક કરવુ પડશે. 
આ પછી યૂઝર્સને પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને યુપીઆઇ પિન સેટ કરવો પડશે.
એકવાર આ પુરુ થાય બાદ, હવે યૂઝર્સ પોતાના ફિચર ફોનથી IVR પર કૉલ કરીને સર્વીસીઝનો ફાયદો ઉઠાવી શકશે, જેમાં મની ટ્રાન્સફર, ઇલેક્ટ્રિસિટી બીલ, એલપીજી બીલ વગેરે સામેલ છે.
મની ટ્રાન્સફર કરવા માટે યૂઝરને સૌથી પહેલા સર્વિસ સિલેક્ટ કરવી પડશે. આ પછી તે નંબર નાંખવો પડશે જેના પર પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો, આ પછી એમાઉન્ટ નાંખવી પડશે અને પોતાનો યૂપીઆઇ પિન નોંધવો પડશે.
કોઇ મર્ચેન્ટને પેમેન્ટ કરવા માટે યૂઝર બે મેથડમાંથી કોઇ એક સિલેક્ટ કરી શકે છે. પહેલી છે એપનો ઉપયોગ કરીને અને બીજી છે મિસ્ડ કૉલ કરીને.
આ ઉપરાંત એક તરતજ પૈસા ટ્રાન્સફર કરવાની એક વૉઇસ મેથડ પણ છે.  

How to use UPI123?

#Dial the IVR number 08045163666 on your phone.

તમારા બેન્ક સાથે રજીસ્ટર નંબર પરથી 08045163666 નંબર પર કોલ કરો

#On the IVR menu, select your preferred language.

પછી 1 English  અથવા 2 હિન્દી  દબાવી ને તમારી ભાષા સિલેક્ટ કરો 

#Now, choose the bank linked with UPI

તમારી બેંક સિલેક્ટ કરો  જે તમારે તમારા UPI સાથે લિંક કરવી છે 

#Press ‘1’ to confirm the details.

1 દબાવી ને કંફર્મ કરો 

#Press ‘1’ to send money by using your mobile number.

મોબાઈલ નંબર થી પૈસા મોકલવા 1 દબાવો 

#Enter the mobile number of the recipient.

પૈસા જેમને મોકલવાના છે એમનો મોબાઈલ  નંબર લખો 

#Confirm the details.

#Now, enter the amount that you want to transfer.

રકમ લખો જે મોકલવાની છે તે 

#Enter your UPI PIN and authorise the money transfer.

તમારો UPI પિન નાખો 

વ્હોટ્સએપ પોલ ફીચર લાવશે, અભિપ્રાય જાણવા અને વોટિંગ કરાવવામાં યુઝ કરી શકાશે, ફીચર માત્ર ગ્રુપ ચેટ્સમાં જ કામ કરશે


 વ્હોટ્સએપ યુઝર એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા સમયાંતરે તેનાં પ્લેટફોર્મ પર નવાં-નવાં ફીચર્સ ઉમેરતું રહે છે. આ વખતે હવે વ્હોટ્સએપ પોલ નામનાં ફીચર પર કામ કરી રહ્યું છે. તેની મદદથી હવે જ્યારે લોકો પાસેથી કોઈ વ્યક્તિનો અભિપ્રાય જાણવો હોય કે પછી કોઈ વિષય પર વોટિંગ કરાવવું હોય તો આ ફીચરનો ઉપયોગ કરી શકાશે.

ટેલિગ્રામ પર આ ફીચર ઉપલબ્ધ
વોટિંગનું આ ફીચર ટેલિગ્રામ પર ઉપલબ્ધ છે. વ્હોટ્સએપના આ અપકમિંગ ફીચરને રિપોર્ટ કરનાર પેજ WABetaInfoના જણાવ્યાનુસાર, વ્હોટ્સએપ એક નવાં ફીચર પોલ પર કામ કરી રહ્યું છે, જે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. આ ફીચર માત્ર ગ્રુપ ચેટ્સ માટે હશે, જ્યાં ગ્રુપ મેમ્બર વોટ કરી શકશે.


પોલનો ઉપયોગ માત્ર ગ્રુપમાં જ કરી શકાશે
વ્હોટ્સેપના આ અપકમિંગ ફીચરનો ઉપયોગ ફક્ત ગ્રુપમાં જ થઈ શકશે અને તે ગ્રુપના સભ્યો જ તેને જોઈ શકશે. ગ્રુપની બહારના યુઝર્સ આ પોલની વોટિંગમાં ભાગ લઈ શકશે નહીં. અત્યારે આ ફીચર વિશે બહુ જાણકારી નથી મળી પણ જો રિપોર્ટ્સનું માનીએ તો એપ પહેલા આ ફીચરને iOS પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકે છે. બાદમાં તેને એન્ડ્રોઇડ અને ડેસ્કટોપ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. આ ફીચર વોટ્સએપ ગ્રુપમાં ખૂબ કામ આવી શકે છે. ખાસ કરીને જ્યારે લોકોએ કોઈ બાબત વિશે અભિપ્રાય આપવો હોય અથવા કોઈપણ વિષય પર મત આપવો હોય.

એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એટલે શું?
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન મેસેજ મોકલનાર અને રિસીવ કરનાર વચ્ચે કામ કરે છે. સેન્ડર દ્વારા મોકલવામાં આવેલા મેસેજને એન્ક્રિપ્ટ કરીને કોડમાં બદલવામાં આવે છે, જે ફક્ત રિસીવર જ ડિક્રિપ્ટ કરી શકે છે. આ સાથે મતદાનમાં જવાબ આપનારાઓની ઓળખ સુરક્ષિત રહેશે.

વોઇસ મેસેજને ટુકડામાં રેકોર્ડ કરનારું ફીચર પણ આવશે
આ સિવાય, વ્હોટ્સએપમાં ઘણા નવાં ફીચર્સ આવી રહ્યા છે, જેમાં મેસેજ રિપ્લાય પણ સામેલ છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ મેસેજનો જવાબ ઈમોજીથી આપી શકશે. વ્હોટ્સએપ તેની એન્ડ્રોઈડ એપના બીટા વર્ઝનમાં અન્ય એક ફીચરનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેની મદદથી વોઈસ મેસેજને ટુકડાઓમાં રેકોર્ડ કરી શકાય છે.

યુઝર્સને ઓડિયો મેસેજ મોકલતા પહેલાં તેને સાંભળવાનો ઓપ્શન મળે છે. પરંતુ હવે તેઓ ઓડિયો રેકોર્ડ કરતી વખતે તેને પોઝ કરી શકશે અને બાકીનો ઓડિયો પછીથી રેકોર્ડ કરી શકશે. આવી સુવિધા iOS અને ડેસ્કટોપ એપ્સમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.

હવે WhatsApp ઉપર પણ કરવો પડશે Traffic Light નો સામનો! સામે આવ્યું ગજબનું અપડેટ


 આજકાલ સોશિયલ મીડિયા એપ વોટ્સએપ રોજિંદા કામમાં એક જરૂરિયાતનો ભાગ બની ચૂક્યું છે. ત્યારે વોટ્સએપ પણ પોતાના યૂઝર્સ માટે અલગ અલગ સુવિધાઓ આપી રહ્યું છે. વિશ્વના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ્સમાંનું એક WhatsApp સ્માર્ટફોન તેમજ ડેસ્કટોપ અથવા લેપટોપ પર ઉપયોગમાં લેવાય છે અને તેને 'WhatsApp વેબ' તરીકે ઓળખાય છે. તાજેતરમાં જ WhatsAppએ તેના વેબ વર્ઝન માટે એક વિચિત્ર અપડેટ બહાર પાડ્યું છે, જેણે સાંભળીને તમે પણ ચોંકી જશો. જેમાં યુઝર્સને 'ટ્રાફિક લાઇટ'નો સામનો કરવો પડશે. આવો જાણીએ કે આ અપડેટમાં શું હશે.

WhatsApp Webને મળ્યું નવું અપડેટ
થોડાક સમય પહેલા વોટ્સએપે પોતાના વેબ વર્ઝન માટે એક નવું અપડેટ આપ્યું છે, જેમાં યૂઝર્સ ઘણા ખુશ છે. આ અપડેટથી યૂઝર્સની ચેટ ને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન સિવાય પણ વધુ સિક્યોરિટી મળી જશે. આ અપડેટમાં, 'કોડ વેરિફાઈ' નામનું એક ક્રોમ એક્સ્ટેંશન જાહેર કરવામાં આવ્યું છે અને WhatsApp નો દાવો છે કે આ એક્સ્ટેંશનથી રિયલ ટાઈમ, થર્ડ પાર્ટી વેરિફેકિશન મળશે કે જે કોડ પર તમારું વોટ્સએપ વેબ કામ કરી રહ્યું છે, તેની સાથે કોઈ છેડછાડ તો કરવામાં આવી નથીને.

વોટ્સએપ પર કરવું પડશે ‘Traffic light’ નો સામનો
જો તમે આ અપડેટને સમજવા માંગતા હોવ તો અમે ટ્રાફિક લાઇટનું ઉદાહરણ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરીશું. તમે તમારા બ્રાઉઝર પર WhatsApp વેબ માટે QR કોડ સ્કેન કરશો અને લોગ-ઇન કરશો, ત્યારે બ્રાઉઝર પર એક ઈન્ડિકેટર પિન્ડ હશે. જો તમે લૉગ ઇન કર્યું હોય અને F છે તો તે લીલું હશે, જો એક્સ્ટેંશન કોઈપણ કારણોસર કામ કરવાનું બંધ કરી દે તો ઈન્ડિકેટર પીળું થઈ જશે અને જો કોઈ કોડ મિસમેચ થયો અથવા તો કોઈ અન્ય એક્સ્ટેશન અથવા તો એપ દ્વારા તમારી સિક્યોરિટીની સાથે છેડછાડ કરી છે, તો ઈન્ડિકેટર લાલ થઈ જશે.

તમને જણાવી દઈએ કે વોટ્સએપ વેબ યૂઝર્સ આ કોડ વેરીફાઈ એક્સ્ટેન્શનને ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ અને માઈક્રોસોફ્ટ એજથી ડાઉનલોડ કરી શકો છો.

વોટ્સએપમાં પણ ગ્રુપ મીટિંગની પહેલેથી લિંક ક્રિએટ કરી શકાશે


 ઝૂમગૂગલ મીટ કે વેબ એક્સ જેવી કોઈ વીડિયો કોલિંગ સર્વિસમાં મીટિંગના હોસ્ટ મીટિંગ માટેની એક લિંક તૈયાર કરીને અન્ય લોકોને વોટ્સએપ કે ઇમેઇલ કે અન્ય રીતે મોકલી શકે છે. અન્ય લોકો આ લિંક પર ક્લિક કરીને સીધા એ મીટિંગમાં જોડાઈ શકે છે. વોટ્સએપમાં ગ્રૂપ કોલિંગમાં અત્યાર સુધી આવી સુવિધા નહોતી. તેમાં ગ્રૂપ કોલિંગ ચાલુ હોય ત્યારે અન્ય વ્યક્તિને તેમાં સામેલ કરવામાં આવે તો જ તે મીટિંગમાં જોડાઈ શકે છે. હવે વોટ્સએપમાં પણ અન્ય વીડિયો કોલિંગ સર્વિસની જેમ મીટિંગ પહેલાંથી તેની લિંક ક્રિએટ કરીને અન્ય લોકોને મોકલી શકાશે. આ પ્રકારની સર્વિસ ફેસબુક મેસેન્જરમાં મેસેન્જર રૂમ’ નામે છે અને તેમાં ફેસબુક એકાઉન્ટ ન ધરાવતી વ્યક્તિ પણ જોડાઈ શકે છે. વોટ્સએપમાં ફેર એ છે કે તેમાં મીટિંગ વોટ્સએપમાં હોસ્ટ થાય છેતે એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ રહે છે તેમજ વોટ્સએપ એકાઉન્ટ ધરાવતી જ વ્યક્તિ તેમાં જોડાઈ શકે છે. સૌથી પહેલાં આ ફીચર એન્ડ્રોઇડ એપમાં લોન્ચ થશે અને ત્યાર પછી આઇઓએસ તથા ડેસ્કટોપમાં આવી શકે છે. 

Wednesday 9 March 2022

કોઈ વ્યક્તિ ને કોન્ટેક્ટ લિસ્ટ ની અંદર જોડ્યા વિના વોટ્સએપ ગ્રુપ ની અંદર કઈ રીતે ઇન્વાઇટ કરી શકાય છે?

 ઘણા બધા લોકો ને જયારે એક વોટ્સએપ ગ્રુપ ની અંદર જોડવા ના હોઈ ત્યારે તે એક ખુબ જ કાંટાળા જનક કામ છે ખાસ કરી ને ત્યારે કે જયારે તમારી પાસે બધા જ લોકો ના ફોન નંબર તમારા સ્માર્ટફોન પર સેવ કરવા માં આવેલ નથી. અને આ સમસ્યા ને ધ્યાન માં રાખી ને ફેસબુક ની માલિકી વાળા વોટ્સએપ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવા માં આવેલ છે ની અંદર તમને વોટ્સએપ ગ્રુપ ની શેર કરી શકાય તેવી લિંક બનાવવા ની અનુમતિ આપવા માં આવે છે. જેથી જે લોકો તે ગ્રુપ ની સાથે જોડાવા માંગે છે તેઓ તે લિંક ની મદદ થી તે વોટ્સએપ ગ્રુપ ની અંદર જોડાય શકે છે.

આ ફીચર ને બધા જ વોટ્સએપ ના યુઝર્સ માટે જાહેર કરવા માં આવેલ છે. અહીં એક વાત ને તમારે સમજવી જરૂરી છે કે તમે વોટ્સએપ ગ્રુપ માટે ની લિંક ને બનાવી ને શેર કરી શકતા નથી. તમારે જેતે ગ્રુપ ની લિંક બનાવી અને શેર કરવા માટે તે ગ્રુપ નું એડમીન હોવું જરૂરી છે. તો વોટ્સએપ ગ્રુપ ની લિંક બનાવી ને તેને કઈ રીતે શેર કરી શકાય છે તેના વિષે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

- તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ ને ઓપન કરો.

 - ત્યાર પછી તમે જે ગ્રુપ ની લિંક બનાવવા માંગો છો ના પર ક્લિક કરો.

 - ત્યાર પછી પેજ ના ટોચ પર આપેલા ગ્રુપ ના નામ પર ક્લિક કરો. હવે વોટ્સએપ પર સ્પેશિયલ મેસેજીસ મોકલવા માટે ઈમોજી શોર્ટકટ નો ઉપીયોગ કરો 

- તેના પછી નીચે સ્ક્રોલ ડાઉન કરી ઈનવાઈટ ટુ ગ્રુપ વાયા લિંક ના વિકલ્પ ને પસન્દ કરો.

 - હવે તમને તમારા વોટ્સએપ ગ્રુપ ની લિંક બનાવવા માટે ના અલગ અલગ વિકલ્પો પણ બતાવવા માં આવશે. તમે તમારા વોટ્સએપ ગ્રુપ નો ક્યુઆર કોડ પણ બનાવી શકો છો. 

- આ લિંક ને શેર કર્યા પછી કોઈ પણ વ્યક્તિ તમારા વોટ્સએપ ગ્રુપ ને તે લિંક ની મદદ થી જોડી શકશે.

Instagram ની આ Tricks પર ફિદા થયા યૂઝર્સ! જાણો કેવી રીતે એપથી થઇ શકો છો માલામાલ

 ઇન્ટરનેટના આ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કોઈ પરિચયની જરૂર નથી. આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર એકાઉન્ટ્સ ધરાવે છે, જેમ કે Instagram, Facebook અને Twitter પર છે. આજે અમે તમને એવી જ કેટલીક અદ્ભુત ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઈન્સ્ટાગ્રામ પરથી પૈસા કમાઈ શકશો.


ઇન્ટરનેટના આ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કોઈ પરિચયની જરૂર નથી. આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર એકાઉન્ટ્સ ધરાવે છે, જેમ કે Instagram, Facebook અને Twitter પર છે. આજે અમે તમને એવી જ કેટલીક અદ્ભુત ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઈન્સ્ટાગ્રામ પરથી પૈસા કમાઈ શકશો.

તમે પણ બનો 'સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર'
આજના સમયમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ખૂબ માંગ છે. જો તમે પણ પોતાને ઇન્ફ્લુએન્સર કહેવા માંગો છો અને પૈસા કમાવવા માંગો છો, તો અમે તમને જણાવી દઈએ કે આ કરવા માટે તમારા ઇંસ્ટાગ્રામ પર ઓછામાં ઓછા 5 હજાર ફોલોઅર્સ હોવા જોઈએ અને સારો એન્ગેઝમેન્ટ રેટ હોવો જોઈએ. તમારા ફોલોઅર્સનો આંકડો 5 હજારને વટાવતાની સાથે જ બ્રાન્ડ્સ તમારી સાથે કોલૈબોરેટ કરવા માટે વાત કરશે. આ રીતે તમે તમારા ફોલોવર્સને વિવિધ બ્રાન્ડના ઉત્પાદનોનો પ્રચાર કરીને સરળતાથી પૈસા કમાઈ શકો છો.

ઇન્સ્ટાગ્રામ પર ખોલો દુકાન
જો તમે ઈન્સ્ટાગ્રામ યુઝર છો અને નાનો બિઝનેસ પણ ચલાવો છો, તો તમે ઈન્સ્ટાગ્રામ પર તમારી પ્રોડક્ટ્સ વેચીને પૈસા કમાઈ શકો છો. ખરેખર, ઇન્સ્ટાગ્રામ પર તમે તમારી પ્રોડક્ટ્સને લિસ્ટ કરીને વેચી શકો છો. આ ફોટો શેરિંગ એપ્લિકેશન પર, તમે તમારા પ્રોડક્ટ્સના ફોટા પોસ્ટ કરી શકો છો અને ટિપ્પણીઓ અને સીધા સંદેશાઓ (DMs) દ્વારા ઓર્ડર લઈ શકો છો.

ફોટો શેરિંગ એપ્લિકેશન પર બનો કોચ
બીજી એક રીત છે જેના દ્વારા તમે ઘરે બેસીને ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવીને પૈસા કમાઈ શકો છો. આ કરવા માટે, તમે Instagram પર કન્સલ્ટેન્ટ અથવા કોચ બની શકો છો. ઇન્સ્ટાગ્રામ કોચ તરીકે, તમે ઇન્સ્ટાગ્રામ હેક્સ અને ટ્રિક્સ શેર કરીને તેમના વિડિઓઝ મોનિટાઇઝ કરી શકો છો. ઉપરાંત, જો તમે ઇચ્છો તો તમે જે તે ફીલ્ડની માહિતી ફોટા અને વિડિયો દ્વારા લોકો સુધી પહોંચાડી શકો છો, જેના વિશે તમે અભ્યાસ કર્યો છે અથવા જેના વિશે તમને રસ અને જાણકારી છે.

Cryptocurrency: US President Joe Biden Signs Executive Order on Government Oversight as Use Explodes

The US Treasury Department and other federal agencies are to study the impact of cryptocurrency on financial stability and national security.

 

President Joe Biden is signing an executive order on government oversight of cryptocurrency that urges the Federal Reserve to explore whether the central bank should jump in and create its own digital currency.

The Biden administration views the explosive popularity of cryptocurrency as a call for acting with urgency to look at the risks and benefits of digital assets, said a senior administration official who previewed the order on the condition of anonymity.

As part of the order being signed Wednesday, the Treasury Department and other federal agencies are to study the impact of cryptocurrency on financial stability and national security.

The action comes as lawmakers and administration officials are increasingly voicing concern that Russia may be using cryptocurrency to avoid the impact of sanctions imposed on its banks, oligarchs and oil industry due to the invasion of Ukraine.

Last week, Democratic Senator Elizabeth Warren, Mark Warner, and Jack Reed asked the Treasury Department to provide information on how it intends to inhibit cryptocurrency use for sanctions evasion.

The Biden administration has argued that Russia won't be able to make up for the loss of US and European business by turning to cryptocurrency. Officials said the Democratic president's order had been in the works for months before Russia's Vladimir Putin invaded Ukraine last month.

The executive order has been widely anticipated by the finance industry, crypto traders, speculators and lawmakers who have compared the cryptocurrency market to the Wild West.

Despite the risks, the government said, surveys show that roughly 16 percent of adult Americans — or 40 million people — have invested in cryptocurrencies. And 43 percent of men age 18-29 have put their money into cryptocurrency.

Coinbase Global, the largest cryptocurrency exchange in the United States, said the company had not seen a recent surge in sanctions evasion activity.

Treasury Secretary Janet Yellen said last week that “many participants in the cryptocurrency networks are subjected to anti-money laundering sanctions” and that the industry is not "completely one where things can be evaded.”

As for the Federal Reserve getting involved with digital assets, the central bank issued a paper in January that said a digital currency “would best serve the needs” of the country through a model in which banks or payment firms create accounts or digital wallets. Some participants in digital currency welcome the idea of more government involvement with crypto.

Adam Zarazinski, CEO of Inca Digital, a crypto data company that does work for several federal agencies, said the order presents the opportunity to provide “new approaches to finance.”

“The US has an interest in growing financial innovation," Zarazinksi said. He added that China and Russia were looking at crypto and building their own currency. More than 100 countries have begun or are piloting their own digital sovereign currency, according to the White House.

Katherine Dowling, general counsel for Bitwise Asset Management, a cryptocurrency asset management firm, said an executive order that provides more legal clarity on government oversight would be “a long term positive for crypto.”

But Hilary Allen, a financial regulation professor at American University, cautioned against moving too fast to embrace cryptocurrencies.

“I think crypto is a place where we should be putting the brakes on this innovation until it's better understood,” she said. “As crypto becomes more integrated into our financial system it creates vulnerabilities not just to those who are investing in crypto but for everybody who participates in our economy.”

On Tuesday, the Treasury Department said its financial literacy arm would work to develop consumer-friendly materials to help people "make informed choices about digital assets.”

“History has shown that, without adequate safeguards, forms of private money have the potential to pose risks to consumers and the financial system,” said Nellie Liang, undersecretary for domestic finance.

Google Launches Harassment Manager to Filter Unwanted Comments From Twitter, Other Social Media Platforms

 

Google’s new tool will also let users download a standalone report containing abusive messages.

Tech giant Google has launched an open-source anti-harassment tool called 'Harassment Manager' to help journalists, activists, and public figures.

Google's Jigsaw unit released the code for the open-source anti-harassment tool that can currently work with Twitter's API to combine moderation options — like hiding tweet replies and muting or blocking accounts — with a bulk filtering and reporting system.

The tool will also let users download a standalone report containing abusive messages; this creates a paper trail for their employer or, in the case of illegal content like direct threats, law enforcement.

Google made the announcement on the occasion of International Women's Day and framed the tool as "particularly relevant to female journalists who face gender-based abuse, highlighting input" from "journalists and activists with large Twitter presences."

"Our hope is that this technology provides a resource for people who are facing harassment online, especially female journalists, activists, politicians, and other public figures, who deal with disproportionately high toxicity online," the company said in a post.

Redmi Watch 2 Lite with over 100 fitness modes, heart rate tracker launched for Rs 4,999


 Xiaomi's latest launch event has introduced the much-awaited Redmi Note 11 Pro series in India. Alongside, a new wearable named Redmi Watch 2 Lite also debuted under the Redmi brand. Priced at Rs 4,999, the smartwatch now comes as a budget option by Redmi for those wanting to stay connected on the go as well as keep track of their health.

For this, the Watch 2 Lite from Redmi comes with a host of health-monitoring features. Some highlights include more than 100 workout modes, blood Oxygen measurement, continuous stress monitoring as well as a heart rate tracker. To check out these and all the other features, here, we have a detailed look at what the new Redmi smartwatch has to offer.

Redmi Watch 2 Lite price and availability

Redmi Watch 2 Lite has been launched for Rs 4,999 in India. It will go on sale starting March 15 and will be available on both online and offline channels including the official Mi website, Amazon India website, Mi Home, Reliance Digital and other retail stores.

Redmi Watch 2 Lite specifications

The new Watch 2 Lite follows the typical design and build that we have seen on the previous Redmi smartwatches. This means a large, squarish watch face with rounded corners, all of which is made of plastic. The watch strap is made of a TPU material, which serves as a replacement for hard plastic in various gadgets.

The good thing this time around is the host of colour options you can opt for. The Redmi Watch 2 Lite will be available in a total of six colours, though note that the watch face will only have three different colours - Ivory, Black, and Blue. The rest of the colour choices are displayed on the watch strap - Pink, Olive and Brown, in addition to the three colours above. So, there are three options with all solid colours of - Ivory, Black, and Blue, and three options with mixed colours - an Ivory watch face with Olive and Pink strap each, and one model with Black watch face and Brown strap.

Other than the design, users will also be able to customise the watch face with over 100 watch faces on the 1.55-inch TFT touchscreen that comes with a resolution of 320 x 360 pixels. With the large screen, the dimensions of the watch face measure 41.2mm x 35.3mm across its length and width, and 10.7mm in thickness. Including the strap, the Watch 2 Lite weighs 35 grams, which should be quite lightweight for most smartwatch users.

In terms of functionality, Redmi says that the Watch 2 Lite will come with more than 100 fitness modes to track your exercise sessions and daily physical activities. These include a total of 17 professional modes and other, less mainstream options to choose from.

The watch also comes with SpO2 or Blood Oxygen saturation level measurement capability to further help you with health monitoring. Then there is 24-hour heart rate tracking, which can alert you when your heart rate drops rapidly or below the ideal levels. Other such features include stress monitoring, sleep monitoring, training modes for breathing and female health tracking with periodic reminders. Users can track all of this data on their smartphone using the Xiaomi Wear, Xiaomi Wear Lite app.

The Redmi smartwatch is backed by a 262mAh battery, with which Redmi claims a runtime of 10 days on typical usage and of 14 hours on continuous GPS sports mode. The watch comes with magnetic pins at the back of its face for magnetic charging. Connectivity is powered by Bluetooth 5.0, with support for smartphones using Android 6.0 or later, or iOS 10.0 or later.

There are some enhancements that Xiaomi highlighted on the smartwatch during the launch. The company says that the device comes with up to 5 ATM water resistance for use underwater and in the shower. It is also equipped with a high-precision GPS chip that supports the four major global positioning systems - GPS, GLONASS, Galileo, and BDS.

WhatsApp will soon make it difficult for users to forward messages to more than one group chat


WhatsApp has been spotted testing a new feature that would change the way we forward messages. Whatsapp will soon restrict forwarding messages to more than one group. The messaging app was spotted testing the feature. If the feature makes it to the final update, it would be difficult for a lot of users who aimlessly forward messages without even reading them most of the time. This move would also curb the spread of fake news or misinformation to an extent.

WhatsApp had previously rolled out an update that allowed users to forward messages to one chat at a time. WhatsApp had set limits on forwarded messages to constrain virality. This move was announced after WhatsApp started labeling the messages that are forwarded multiple times with double arrows. Now the messaging app is probably looking to expand the feature to group chats. As per Wabetainfo, WhatsApp is testing the possibility to forward messages to only one group chat at a time.

“When a message is marked as forwarded, it’s no longer possible to forward it to more than one group chat at a time. If you need to forward this message to more than one group chat, you need to select the message and forward it again,” the report mentions.

So if you are trying to forward a message with a forwarded label on it, it will no longer be possible to forward it to more than one group chat at a time. If you wish to go forward to more than one group chat, you will have to select the message and forward it again. Previously, WhatsApp had introduced a limit so that these messages could only be forwarded to one chat at a time.

“Last year we introduced users to the concept of messages that have been forwarded many times. These messages are labeled with double arrows to indicate they did not originate from close contact. In effect, these messages are less personal compared to typical messages sent on WhatsApp. We are now introducing a limit so that these messages can only be forwarded to one chat at a time,” WhatsApp had said.

The feature is currently being tested and it is being rolled out to certain beta testers and it’s going to be enabled for everyone in the next few days.

Tuesday 8 March 2022

Live એપલ ઇવેન્ટ: આજે રાત્રે 11:30 વાગ્યે એપલ પીક પર્ફોર્મન્સ ઇવેન્ટ શરૂ થશે, આઇફોન SE 3થી લઇને મેકબુક એર સુધી અનેક નવી પ્રોડક્ટ્સ શોકેસ થશે

 

એપલની પીક પર્ફોર્મન્સ ઇવેન્ટ આજથી એટલે કે 8 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જે કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોમાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 11:30 વાગ્યે શરૂ થશે. એપલની આ ઇવેન્ટમાં iPhone SEનું અપગ્રેડેડ વર્ઝન iPhone SE 5G અથવા iPhone SE + 5G તરીકે રજૂ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, અપડેટેડ આઈપેડ એર અને એપલ સિલિકોન સાથે નવા મેકની પણ જાહેરાત થઈ શકે છે. આ સિવાય, એકદમ નવું MacBook Pro, MacBook Air, Mac Mini અને i Mac Pro પણ શોકેસ થઈ શકે છે.

એપલ ઇવેન્ટ ક્યાં જોવા મળશે?
એપલની પીક પરફોર્મન્સ ઇવેન્ટ કંપનીના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર જોઈ શકાશે. તેમજ, આ ઇવેન્ટને કંપનીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાશે. આ ઉપરાંત, તમે આ ઇવેન્ટને કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ apple.com અને Apple TV એપ પર પણ જોઈ શકશો.

આઇફોનનો સૌથી સસ્તો ફોન લોન્ચ થવાની શક્યતા
લીક થયેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, iPhone SE 3 બિલકુલ iPhone 8 જેવો હશે. જેના ટોપ અને બોટમ બેઝલ્સ મળશે. આ ઉપરાંત, iPhone SE3 5G સ્માર્ટફોનમાં 4.7-ઇંચની LCD ડિસ્પ્લે અને ટચ ID હોમ બટન આપવામાં આવી શકે છે. iPhone SE 3 એ Appleનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન હશે. તેની કિંમત $399 (લગભગ 22,500 રૂપિયા) હશે. આ ઈવેન્ટમાં અપડેટેડ આઈપેડ એર લોન્ચ થઈ શકે છે. iPad એ મિડ-રેન્જ ટેબલેટ લાઇનઅપ હશે.



આ ઓલ્ડ જનરેશન મોડેલ જેવો જ હશે. જે 5G કનેક્ટિવિટી સપોર્ટ સાથે આવશે. આ સાથે જ તેમાં A15 અથવા M1 પ્રોસેસર સપોર્ટ પણ આપવામાં આવી શકે છે. iPhone SE 5Gના બેક અને ફ્રંટ કેમેરા વિશે વાત કરીએ તો તેમાં 12MP કેમેરા આપવામાં આવ્યો છે. iPhone SE 3 સ્માર્ટફોન સેન્ટર સ્ટેજ કેમેરા ફીચર સાથે આવશે. અપકમિંગ આઈપેડ એરને સાઇડ-માઉન્ટેડ ટચ આઈડી અને LCD ડિસ્પ્લે મળશે.

આ ડિવાઇસ પણ લોન્ચ થશે
અપકમિંગ મેક મિનિ જૂનાં ઇન્ટેલ-બેઝ્ડને મોડેલને રિપ્લેસ કરી શકે છે. તે M1 અને M1 Max ચિપ સાથે આવશે. એવી ચર્ચા છે કે નવો 13 ઇંચનું MacBook Pro આ એપલ ઇવેન્ટમાં લોન્ચ થઈ શકે છે. આ ડિવાઇસ M2 ચિપસેટ સપોર્ટ સાથે આવશે કે નહીં તેની માહિતી અત્યારે ઉપલબ્ધ નથી. બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એપલના ઇન-હાઉસ પ્રોસેસર સાથે MacBook Air અને નવા Mac Mini અને 24 ઇંચના iMacને લોન્ચ કરવામાં આવી શકે છે.

મિસ્ટર ઈન્ડિયાને પણ ભૂલી જાવ એવી ઘડિયાળ આવી છે બજારમાં! મોગેમ્બો પણ થઈ ગયો છે ખુશ!

 ક્રોસબીટ્સએ ફુલ ટચ AMOLED ડિસ્પ્લે સાથે પ્રીમિયમ બ્લૂટૂથ કૉલિંગ સ્માર્ટવોચ, Orbit X લોન્ચ કરી. ઓર્બિટ Xમાં રોટેટિંગ ક્રાઉન શેપ ડાયલ અને 1.35-ઈંચ 3D કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. બે સુંદર કલર વેરિઅન્ટ - મિડનાઈટ બ્લેક અને લેક બ્લુમાં ઓર્બિટ Xને રૂપિયા 5,999ની લોન્ચ કિંમતે માત્ર crossbeats.com પર ઉપલબ્ધ કરી છે. આવો જાણીએ ક્રોસબીટ્સ ઓર્બિટ એક્સના ફીચર્સ.


કંપનીના કો-ફાઉન્ડરે શું કહ્યું?
ક્રોસબીટ્સના સહ-સ્થાપક અર્ચિત અગ્રવાલે જણાવ્યું કે, “ક્રોસબીટ્સ ઓર્બિટ X એ 454x454 પિક્સલ રિઝોલ્યુશન અને 600 nits બ્રાઇટનેસ સાથે તેના વર્ગમાં પ્રથમ AMOLED સ્માર્ટવોચ છે. તે બિઝનેસ કાર્ડ્સ, વોલેટ્સ, હેલ્થ મોનિટર વગેરે જેવી અનેક ઉપયોગિતા-આધારિત સુવિધાઓ સાથે આવે છે. ઉપરાંત, તેમાં સ્પ્લિટ સ્ક્રિન ડિસ્પ્લે સાથે ટ્રિપલ થીમ મેનૂ છે, જ્યારે વિજેટ્સ પણ વપરાશકર્તાઓની પસંદગીઓ અનુસાર કસ્ટમાઈઝ કરી શકાય છે. આ વોચને યુવા ભારતીયોની જરૂરિયાતો અનુસાર ડિઝાઈન કરવામાં આવી છે, જે બદલાતા સમય સાથે તાલ મળાવે છે.

Crossbeats Orbit Xમાં 15 સ્પોર્ટ્સ મોડ્સ છે-
યુવાનોની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આ સ્માર્ટવોચ ઓલવેઝ-ઓન-ડિસ્પ્લે ફીચરથી સજ્જ છે, તેમ છતાં તેમાં અનેક ઈન-બિલ્ટ ઈન્ટરેક્ટિવ વોચ ફેસ છે. ક્રોસબીટ્સ ઓર્બિટ એક્સમાં 15 વિવિધ સ્પોર્ટ્સ મોડ્સ છે.

ક્રોસબીટ્સે થોડા મહિના પહેલા ઓર્બિટ અને ઓર્બિટ સ્પોર્ટ્સ લોન્ચ કર્યા હતા, બંને બ્લૂટૂથ કોલિંગ સ્માર્ટવોચ ઈન-એપ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે લોડ કરવામાં આવી હતી. સ્માર્ટ વોચની ઓર્બિટ રેન્જ દ્વિ-માર્ગી સંચાર માટે એક ઉત્કૃષ્ટ રીતે ડિઝાઇન કરાયેલા ડાયલ પેડ સાથે ઈન-બિલ્ટ માઈક્રોફોન અને સ્પીકર સાથે આવે છે.

મરતી વખતે માણસના મગજમાં શું ચાલતુ હોય છે, વૈજ્ઞાનિકોએ પહેલી વખત કર્યુ લાઈવ મોનિટરિંગ

 

સેંકડો વર્ષોથી વૈજ્ઞાનિકો એ વાત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ,માણસના મોત બાદ દિમાગનુ શું થાય છે.

આ દિશામાં વૈજ્ઞાનિકોની એક ટીમે સંશોધન કરીને રસપ્રદ દાવો કર્યો છે.એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર યુનિવર્સિટી ઓફ લુઈસવિલેના ન્યૂરોસર્જન ડો.અજમલ જેમ્માર અને તેમની ટીમે સંશોધન કરીને એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યુ છે.

આ સંશોધનના ભાગરુપે મોતના આરે પહોંચેલા એપિલેપ્સીના 87 વર્ષના દર્દીનુ  ઈલેક્ટ્રોએન્સિફેલોગ્રાફી દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યુ હતુ.આ દરમિયાન દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનુ મોત થયુ હતુ.સતત મોનિટરિંગના કારણે સંશોધકોને પહેલી વખત મરી રહેલા વ્યક્તિના દિમાગની હલચલ રેકોર્ડ કરવાની તક મળી હતી.

આ સંશોધકોનુ કહેવુ છે કે, મૃત્યુ થઈ રહ્યુ હતુ તે સમયગાળામાં 900 સેકન્ડ સુધી અમે્ દિમાગની હિલચાલને રેકોર્ડ કરી હતી.જેમાં ખાસ કરીને હાર્ટ અટકી ગયુ તેની 30 સેકન્ડ પહેલા અને 30 સેકન્ડ પછી મગજમાં શું થયુ હતુ તેના પર ધ્યાન આપવામાં આવ્યુ હતુ.જેમાં મગજમાં થઈ રહેલા કંપનમાં બદલાવ જોવા મળ્યો હતો.

મગજમાં ગામા, ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટા કંપનમાં ફેરફાર દેખાયો હતો.આ પ્રકારના કંપન એટલે કે હળવી ધ્રુજારીને મગજના તરંગ તરીકે ઓળખવામાં આવે છે.જે જીવતા વ્યક્તિના મગજમાં સક્રિય તરંગ સ્વરુપે એક આકૃતિ બનાવે છે.

ગામા સહિતના વિવિધ પ્રકારના આ તરંગો માણસને ધ્યાન લગાવવા માટે, સપનુ જોવા માટે, જુની યાદો વાગોળવા જેવી વિવિધ પ્રક્રિયાઓમાં મદદ કરે છે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, દિમાગ આ તરંગો થકી પોતાના જીવનની અગત્યની પળોને યાદ કરી શકે છે.મોતની નજીકના જે અનુભવો અગાઉ ચર્ચાઈ ચુકયા છે તેના જેવી જ સ્થિતિ અમે જોઈ છે.

જોકે વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, જેના મગજનો અભ્યાસ કરાયો તે વ્યક્તિ એક દર્દી હતો  અને તેના મગજમાં ઘણી જટિલતાઓ હતી.જેના કારણે મોનિટરિંગ દરમિયાન જે ડેટા મળ્યો તેનુ એનાલિસિસ  એટલુ સળ નહોતુ.

Youtube Video Download: 1 મિનિટમાં વિડિયો ડાઉનલોડ થઈ જશે, બસ અપનાવો આ સરળ Trick!

 

YouTube એ વિશ્વના સૌથી લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સમાંનું એક છે. આ પ્લેટફોર્મ પર દરેકની પસંદગીના વીડિયો ઉપલબ્ધ છે અને YouTube પણ 'વોચ લેટર' અને 'ઓફલાઈન મોડ' જેવી ઘણી રસપ્રદ સુવિધાઓ સાથે આવે છે. ઈન્ટરનેટ વગર યુટ્યુબ પર વીડિયો જોઈ શકાય છે પરંતુ તેને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકાતો નથી. જો તમે તમારા ફોનમાં સેવ કરેલા YouTube વીડિયો જોવા માંગો છો, તો અમારી પાસે તમારા માટે ખૂબ જ સરળ રીત છે.YouTube વિડિઓઝ કેવી રીતે ડાઉનલોડ કરવી-
યુટ્યુબ તેના યુઝર્સને પ્લેટફોર્મના વીડિયો ડાઉનલોડ કરવા માટે આ વિકલ્પ આપે છે. કોઈપણ વિડિયો ખોલવા પર, તમને લાઈક, નાપસંદ અને શેર જેવા છ વિકલ્પો દેખાય છે, જેમાં પાંચમો વિકલ્પ 'ડાઉનલોડ' છે. આ વિકલ્પ પર ક્લિક કરવાથી, વિડિયો ડાઉનલોડ થશે પરંતુ તમે તેને ફક્ત YouTube ની એપ્લિકેશન પર જ જોઈ શકશો.આ વિડિયો ઓફલાઈન મોડમાં જોઈ શકાય છે પરંતુ ડાઉનલોડ કર્યા બાદ તે તમારા સ્માર્ટફોનની ફાઈલમાં સેવ નહીં થાય.આ વેબસાઈટના યુટ્યુબ વીડિયોને સ્માર્ટફોનમાં સેવ કરો-
જો તમે તમારા સ્માર્ટફોનમાં યુટ્યુબ વીડિયો ડાઉનલોડ કરવા માંગો છો, તો અમે તમને જણાવી દઈએ કે આ માટે કોઈ સત્તાવાર રીત નથી. આમ કરવા માટે તમારે તૃતીય-પક્ષ સ્ત્રોતોનો ઉપયોગ કરવો પડશે. તમે તમારા સ્માર્ટફોન અથવા તમારા કમ્પ્યુટર પર વિડિઓ ડાઉનલોડ કરવા માટે YT1s.com નામની વેબસાઈટનો ઉપયોગ કરી શકો છો.આ ટ્રીક ફોલો કરો-
વીડિયો ડાઉનલોડ કરવા માટે, સૌપ્રથમ YouTube પર જાઓ અને તમે જે વિડિયો ડાઉનલોડ કરવા માંગો છો તેની લિંક કોપી કરો, પછી તમારા ફોન અથવા કમ્પ્યુટર પર આ વેબસાઈટ ખોલો અને ત્યાં આપેલી જગ્યામાં YouTube વીડિઓની લિંક અથવા URL પેસ્ટ કરો. આ પછી, વેબસાઇટ પર આપેલા 'કન્વર્ટ' વિકલ્પ પર ક્લિક કરો, તમારી પસંદગીનું રિઝોલ્યુશન પસંદ કરો અને પછી 'ગેટ લિંક' પસંદ કરો. આ પછી થોડીવારમાં તમને 'ડાઉનલોડ'નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો અને વિડિઓ ડાઉનલોડ કરો.
આ રીતે તમે તમારા સ્માર્ટફોનમાં યુટ્યુબ વીડિયો સરળતાથી ડાઉનલોડ કરી શકશો. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ વેબસાઈટ થર્ડ પાર્ટી સોર્સ હોવાથી તે પોતાની સાથે વાયરસ લાવી શકે છે અને તમારા ફોન ડેટા માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

Flipkart અને Amazon કરતા આ વેબસાઇટ્સ પર અડધા કરતાં ઓછી કિંમતે મળે છે સામાન!

 આજના સમયમાં આપણું મોટા ભાગનું કામ ઓનલાઈન થવા લાગ્યું છે, પછી તે બેંકિંગ હોય કે શોપિંગ. લોકો ઓનલાઈન શોપિંગ પસંદ કરે છે કારણ કે તેઓને તેમની મનપસંદ પ્રોડક્ટ્સ ઓછી કિંમતે ઘરે બેઠા મળે છે. એમેઝોન અને ફ્લિપકાર્ટની ગણતરી દેશની મુખ્ય ઓનલાઈન શોપિંગ સાઇટ્સમાં થાય છે.


આજના સમયમાં આપણું મોટા ભાગનું કામ ઓનલાઈન થવા લાગ્યું છે, પછી તે બેંકિંગ હોય કે શોપિંગ. લોકો ઓનલાઈન શોપિંગ પસંદ કરે છે કારણ કે તેઓને તેમની મનપસંદ પ્રોડક્ટ્સ ઓછી કિંમતે ઘરે બેઠા મળે છે. એમેઝોન અને ફ્લિપકાર્ટની ગણતરી દેશની મુખ્ય ઓનલાઈન શોપિંગ સાઇટ્સમાં થાય છે. આજે અમે તમને કેટલીક એવી શોપિંગ સાઇટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ઑફર્સ અને ડિસ્કાઉન્ટના મામલે ફ્લિપકાર્ટ અને એમેઝોનને પણ માત આપી દીધી છે. ચાલો જાણીએ આ કઈ કઈ સાઈટ છે.

ફ્લિપકાર્ટ અને એમેઝોન કરતાં સસ્તો વેચે છે આ સાઇટ્સ
ફ્લિપકાર્ટ અને એમેઝોન ઓનલાઈન શોપિંગના સંદર્ભમાં એટલા લોકપ્રિય છે કારણ કે તેઓ તેમના યૂઝર્સને સમયાંતરે ઘણી આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, જે દરેક પ્રોડક્ટની કિંમત અડધી અથવા તેનાથી પણ ઓછી હોય છે. આ ઉપરાંત આ પ્રોડક્ટ્સ સારી ક્વોલિટીની હોય છે અને તમે તેને ઘરે બેઠા મેળવી શકો છો. 'Mesho' અને GeM એવી બે વેબસાઈટ છે, જે એમેઝોન અને ફ્લિપકાર્ટ કરતાં સસ્તી વસ્તુઓ વેચે છે અને તેની ગુણવત્તામાં કોઈ ફરક પડતો નથી.

Meesho પરથી ખરીદો કપડાં
મીશો એવી જ એક ઓનલાઈન શોપિંગ વેબસાઈટ છે, જે તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય બની છે. તેની સસ્તી ઑફર્સને કારણે, યૂઝર્સ આ વેબસાઇટ તરફ સતત આકર્ષિત થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તમે જે કપડા બજારમાંથી 500 થી 600 રૂપિયામાં ખરીદો છો તે મેશો પાસેથી માત્ર 100-200 રૂપિયામાં ખરીદી શકો છો. આ વેબસાઈટ માત્ર સસ્તો સામાન જ વેચતી નથી, પરંતુ અહીં ફ્રી ડિલિવરીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

GeM પણ છે સસ્તો વિકલ્પ
GeM, એટલે કે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ એ એક સરકારી માર્કેટપ્લેસ છે જ્યાં તમને તમને ગમતી અને જોઈતી દરેક વસ્તુ મળશે અને તે પણ ખૂબ સસ્તા દરે. રત્ન પર મળતા માલની કિંમત બજાર કિંમત કરતા ઘણી ઓછી છે. આ એક જૂની વેબસાઈટ છે પરંતુ ઘણા લોકો તેના વિશે જાણતા નથી. તમે આ સરકારી વેબસાઇટ પરથી ખરીદી કરીને તમારા લાખો રૂપિયા બચાવી શકો છો.

Netflix, Hotstar અને Amazon Prime પર નહીં ખર્ચવા પડે પૈસા, તમે નવી મૂવીઝ અને સિરીઝ ફ્રી માં જોઈ શકશો...

કોરોના મહામારી પછી, મોટાભાગના લોકો થિયેટરથી અંતર બનાવી રહ્યા છે. હવે થિયેટરની જગ્યા OTT પ્લેટફોર્મે લઈ લીધી છે. મોટાભાગના લોકોએ થિયેટર અને ટીવી કરતાં OTT પ્લેટફોર્મ પર વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું છે. લોકપ્રિય OTT એપ્સ વિશે વાત કરીએ તો, આ લિસ્ટમાં Netflix, Amazon Prime, Disney+ Hotstar, Zee5 અને Sony Livનો સમાવેશ થાય છે. 



કોરોના મહામારી પછી, મોટાભાગના લોકો થિયેટરથી અંતર બનાવી રહ્યા છે. હવે થિયેટરની જગ્યા OTT પ્લેટફોર્મે લઈ લીધી છે. મોટાભાગના લોકોએ થિયેટર અને ટીવી કરતાં OTT પ્લેટફોર્મ પર વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું છે. લોકપ્રિય OTT એપ્સ વિશે વાત કરીએ તો, આ લિસ્ટમાં Netflix, Amazon Prime, Disney+ Hotstar, Zee5 અને Sony Livનો સમાવેશ થાય છે. સબ્સ્ક્રાઈબ કર્યા પછી મૂવીઝ, વેબ સિરીઝ અને શો જોઈ શકાય છે. ઘણા લોકો મૂવીઝ અને વેબ સિરીઝના શોખીન છે, પરંતુ તેમની પાસે સબસ્ક્રિપ્શન નથી. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કોઈપણ સબ્સ્ક્રિપ્શન વિના નવીનતમ મૂવી અને સિરીઝ કેવી રીતે જોઈ શકશો...


Popcorn Time-
આપને જણાવી દઈએ કે આ Google Play Store પર નથી. તમારે પહેલા એપીકે ફાઈલ ડાઉનલોડ કરવી પડશે. ગૂગલ પર તમારે પોપકોર્ન ટાઈમ લખીને સર્ચ કરવું પડશે. તમે વેબસાઈટ ખોલીને ફાઈલ ડાઉનલોડ કરી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમે મફતમાં મૂવી અને વેબ સિરીઝ જોઈ શકશો.

Torrentvilla-
તમે આ એપ પર ફ્રી મૂવીઝનો આનંદ પણ લઈ શકશો. તે ફક્ત Android ઉપકરણો પર જ કાર્ય કરશે. આ એપમાં તમે લેટેસ્ટ મૂવીઝ અને વેબ સિરીઝ જોઈ શકશો.

VideoBuddy-
તમે આ એપ પર યુટ્યુબ વીડિયો પણ જોઈ શકશો. આ સિવાય તમે મૂવીઝ ડાઉનલોડ કરી શકશો. જો તમે ફોનમાં મૂવી સ્ટોર કરવા માંગો છો, તો તમને આ એપ ગમશે.

Cyberflix TV-
આ એપમાં તમે એડ ફ્રી મૂવીઝ અથવા વેબ સિરીઝનો આનંદ માણી શકશો. આ એક હાઈ સ્પીડ સર્વર એપ છે. એટલે કે, તમે અટક્યા વિના મુવીનો આનંદ મેળવી શકશો.

Unlock My TV-
આ એપમાં તમને Netflix અને Amazon Prime પર મૂવીઝ અને વેબસિરીઝ જોવા મળશે. આ સિવાય અહીં વધુ કન્ટેન્ટ જોવા મળશે, જે તમને મનોરંજન આપશે..

એપલનાં પ્રમાણમાં સસ્તાં ડિવાઈસ આવી રહ્યાં છે.


 સામાન્ય રીતે લોકોમાં એવી છાપ છે કે એપલની પ્રોડક્ટ્સ મોંઘીદાટ હોય છે અને આ છાપ બિલકુલ ખોટી પણ નથી! પરંતુ હવે એપલ કંપની પોતે તેની પ્રોડક્ટ્સની એફોર્ડેબલ’ રેન્જ પણ લોન્ચ કરી રહી છે. હમણાં આવેલા સમાચાર અનુસાર આવતા મહિને એપલ તેની મેકબુકનું એફોર્ડેબલ’ વર્ઝન લોન્ચ કરશે અને તેની સાથોસાથ ડિસ્પ્લેકીબોર્ડ અને માઉસ વિનાના કમ્પ્યૂટર જેવા  મેક મિનિનું હાઇએન્ડ વર્ઝન લોન્ચ કરશે. આ વર્ષે માર્ચ મહિનામાં એપલની ગ્લોબલ ઇવેન્ટમાં આ મોડેલ લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે.


પેનડ્રાઈવ ફોર્મેટ કેવી રીતે કરાય ? How to format Pendrive

 

તમે કમ્પ્યૂટરનો સારો એવો ઉપયોગ કરતા હો તો જુદી વાત છેબાકી ક્યારેક નાની એવી વાતમાં ગૂંચવણનો સામનો કરવો પડે અને કોઈને એનો ઉપાય પૂછતાં ખચકાઈએ - સામેની વ્યક્તિ પાસે સમય અને ધીરજ બંને ન હોવાની પૂરી શક્યતા!

જેમ કે ક્યારેક તમે કમ્પ્યૂટરમાંની કોઈ ફાઇલ કે ફોલ્ડર કોપી કરીને પેનડ્રાઇવમાં પેસ્ટ કરવા માગતા હો ત્યારે કોઈ એરરનો સામનો કરવો પડે. એરરનો મેસેજ  મોટા ભાગે આવો હોઈ શકે ‘‘ધ ફાઇલ ઇસ ટુ લાર્જ ફોર ધ ડેસ્ટિનેશન ફાઇલ સિસ્ટમ!’’. આ મેસેજનો સાદો અર્થ સમજી શકાય એવો છે. આપણે જે ફાઇલ કે ફોલ્ડર કોપી કરવા માગીએ છીએ તેની સાઇઝ પેન  ડ્રાઇવમાંની ખાલી જગ્યા કરતા વધુ છે. મતલબ કે આપણે પેન ડ્રાઇવ ખાલી કરવી પડશે.

આના બે રસ્તા છે. વિન્ડોઝ એક્સપ્લોરરમાં પેન ડ્રાઇવ ઓપન કરો અને તેમાં હવે તેમને જે ફાઇલ્સ બિનજરૂરી લાગતી હોય તો તેને એક પછી ડિલીટ કરો. જો બધી જ ફાઇલ બિનજરૂરી લાગતી હોય તો તેમને એક સામટી સિલેક્ટ કરીને ડિલીટ કરી શકાય.

પરંતુ એ રીતે પેનડ્રાઇવ ખાલી કર્યા પછી પણ પેલી એરર સતાવે તોતો એનો અર્થ એ થયો કે આપણે બધી ફાઇલ્સ ડિલીટ કર્ય પછી પણ પેનડ્રાઇવ પૂરેપૂરી ખાલી થઈ નથી. એના ઉપાય તરીકેપેનડ્રાઇવ ફોર્મેટ કરી પડે.એમ કરવાથી પેનડ્રાઇવ પૂરેપૂરી ખાલી થશે અને આપણે તેમાં નવી ફાઇલ્સ ઉમેરી શકીશું.

આ કામ સહેલું છે. પેનડ્રાઇવ ફોર્મેટ કરવા માટે તે કમ્પ્યૂટરમાં કનેક્ટેડ હોય ત્યારે વિન્ડોઝ એક્સપ્લોરર કે ફાઇલ એક્સપ્લોરર ઓપન કરો અને યુએસબી ડ્રાઇવ પર રાઇટ ક્લિક કરો. તેમાં ફોર્મેટનો વિકલ્પ પસંદ કરો (ધ્યાન આપજોપેનડ્રાઇવમાંનો બધો ડેટા પૂરેપૂરો ભૂંસાઈ જશે!). નીચે જઇને ક્વિક ફોર્મેટનો વિકલ્પ પસંદ કરો અને સ્ટાર્ટ બટન ક્લિક કરો. આપણને ચેતવવામાં આવશે કે પેનડ્રાઇવમાંનો બધો ડેટા ભૂંસાઈ જશે. આપણે એ જ કરવું છે એટલે આપણે હા કહીને આગળ વધીશું.

આથી પેનડ્રાઇવ નવેનવી ખરીદી હોય તેવી ખાલીખમ થઈ જશે અને આપણે તેમાં પેનડ્રાઇવની ફૂલ કેપિસિટી જેટલી નવી ફાઇલ્સ કે ફોલ્ડર્સ ઉમેરી શકીશું.

બીજી એક વાત પણ જાણી લો

આટલી કસરત કરી છે તો ભેગાભેગી કામની વધુ એક વાત પણ જાણી લઇએ. પેનડ્રાઇવ પર રાઇટ ક્લિક કરતાં જે મેનૂ ખુલે તેમાં વોલ્યુમ લેબલનો એક વિકલ્પ પણ જોવા મળે છે. તેમાં તમારું નામ અથવા મોબાઇલ નંબર લખી દેશો તો ભવિષ્યમાં પેનડ્રાઇવ તમારી કોઈ જાણીતી ઝેરોક્ષ દુકાને કે કોઈ મિત્રને ઘેર ભૂલી જશો તો પેન કમ્પ્યૂટરમાં ઇન્સર્ટ કરતાં તેમને તરત જણાઈ આવશે કે આ પેનડ્રાઇવ કોની છે!